Skip to main content
Settings Settings for Dark

6,40,000 ગામોમાં ભારત નેટ વિસ્તરણ માટે કેન્દ્રએ રૂ. 1,39,500 કરોડની ફાળવણી કરી

Live TV

X
  • દેશભરના છ લાખ 40 હજાર ગામડાઓમાં ભારત નેટ વિસ્તારવા માટે સરકારે એક લાખ 39 હજાર 579 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સંચાર મંત્રાલયે કહ્યું કે ભારત નેટના વિસ્તરણ પ્રોજેક્ટને લગભગ બે વર્ષમાં હાંસલ કરવામાં આવશે. 

    મંત્રાલયે કહ્યું કે આઠ મહિનામાં દેશભરના 60 હજાર ગ્રામ પંચાયત ગામોમાં પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિસ્તરણ પ્રોજેક્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે હાઇલાઇટ કર્યું કે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન ભારત નેટ 1.94 લાખ ગામડાઓ સુધી પહોંચી ગયું છે અને 5 લાખ 67 હજાર પરિવારો અત્યાર સુધીમાં સક્રિય ભારત નેટ કનેક્શન ધરાવે છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે વિસ્તરણ કાર્યક્રમ લગભગ બે લાખ 50 હજાર નોકરીઓ પણ પ્રદાન કરશે.

    મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ બનેલ, ભારત નેટ એ વિશ્વના સૌથી મોટા ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોગ્રામ્સમાંનું એક છે, જે ભારત સંચાર નિગમ લિમિટેડ સહિત કેન્દ્રીય PSU દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply