Skip to main content
Settings Settings for Dark

7મા તબક્કાના મતદાન પ્રચાર પૂરજોશમાં, PMની બિહાર,ઝારખંડ, પં.બંગાળમાં રેલી 

Live TV

X
 • સાતમા તબક્કાના મતદાન માટે નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમા ધૂંવાધાર ચૂંટણી પ્રચાર કરશે. પીએમ બિહારના પાલિગંજ, જારખંડના દેવઘર, અને પશ્ચિંબંગાળના બશીરઘાટમા ચૂંટણી સભાઓને સંબોધન કરશે.  

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તરપ્રદેશ,બિહાર, અને ચંડીગઢમાં જનસભાઓ યોજી હતી. યુપીની રેલીમાં જ્યાં પ્રધાનમંત્રીએ સુશ્રી માયાવતીના અપશબ્દોને ભેટ સ્વરૂપે ગણાવ્યા.તો ચંડીગઢમાં તેમણે કહ્યુ કે તેમણી સરકારની દરેક યોજનાના કેન્દ્રમાં ગામડાઓ અને ગરીબોને ધ્યાનમાં રાખાવમાં આવ્યા છે.અને દરેકના વિકાસ માટે તેમણે કામ કર્યું છે.તેમણે બસપા સુપ્રીમો માયાવતી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમના અપશબ્દોને તેઓ ભેટ ગણાવી રહ્યા છે.

  લોકસભા ચૂંટણી અંતિમ પડાવ તરફ આગળ જઈ રહી છે.તમામ રાજકીય પક્ષો કોઈ કસર છોડવા માગતા નથી. આ ક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં એનડીએના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.પ્રધાનમંત્રીએ બિહારમાં પાલીગંજમાં એક જનસભા સંબોધી હતી તે વખતે ગઠબંધનના તમામ સાથીઓ હાજર રહ્યા હતા. રવિશંકર પ્રસાદ પટના બેઠક પરથી પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે. પીએમેએ ચૂંટણીસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. 
   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 19-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 20-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-07-2019 Max Temp : °C Min Temp : °C
apply