74મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મૂર્મૂ દેશને સંબોધન કરશે
Live TV
-
74મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દેશના નામે પોતાનો સંદેશ આપશે. આ સંબોધનનું સીધું પ્રસારણ સાંજે 7.00 વાગ્યે આકાશવાણીના સંપૂર્ણ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલ્સ પર હિન્દીમાં કરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના સંબોધનના અંગ્રેજી ભાગનું પ્રસારણ થશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ પછી દૂરદર્શનના ક્ષેત્રીય ચેનલ્સ પર ક્ષેત્રીય ભાષાઓમાં તેનું પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી આ સંબોધનના ભાગને રાત્રે 9.30 વાગ્યે પોતાના સંબંધિત ક્ષેત્રીય નેટવર્ક પર પ્રસારણ કરશે.
ઈજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી આ વર્ષે પ્રજાસત્તાક દિવસ સમારોહ માટે તેઓને મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રથમ વખત છે કે ઈજીપ્તના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા છે.
