Skip to main content
Settings Settings for Dark

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા RRRનું ‘નાટુ નાટુ’ ગીત ઓસ્કરમાં નોમિનેટ

Live TV

X
  • બાહુબલી ફેમ સાઉથના ફિલ્મ ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ગયા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. વિશ્વભરના સિનેમેટોગ્રાફર્સને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. મંગળવારે મોડી સાંજે 95માં એકેડમી એવોર્ડ્સના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. આ ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો છે. હવે આ ગીતને ઓસ્કારની બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.ગીતનું સંગીત એમએમ કિરવાણીએ આપ્યું છે. એસએસ રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મે ઓસ્કાર એવોર્ડમાં ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા નાટૂ નાટૂ ગીતને બેસ્ટ ઓરિજનલ સોન્ગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળી ચુક્યો છે.

    ભારતની કુલ 3 ફિલ્મો ઓસ્કરની રેસમાં
    RRRના નાટુ નાટુ સોંગ ઉપરાંત બે ડૉક્યુમેન્ટરી ફિલ્મો પણ ઓસ્કરમાં નોમિનેટ થઈ છે. તેમાં ‘ઓલ ધેટ બ્રીધ્સ’ ફિલ્મ ‘બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મ’ કેટેગરીમાં અને ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ‘બેસ્ટ ડૉક્યુમેન્ટરી’ શૉર્ટ કેટેગરીમાં નોમિનેટ થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply