CRPFનો આજે 82મો સ્થાપના દિવસ
Live TV
-
કેન્દ્રીય અનામત પોલીસ દળ એટલે કે સીઆરપીએફનો આજે 82મો સ્થાપના દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્લીના મુખ્યાલયથી દેશભરમાં હાજર સીઆરપીએફના જવાનોને એક વીડિયો લીન્કની મદદથી સંબોધન કરશે.
તેઓ સીઆરપીએફના શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. કોવિડ-19 મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને રાખીને આ વર્ષે સીઆરપીએફના જવાનોનો સ્થાપના દિવસનો સમારોહ સાદગીથી ઉજવવામાં આવશે.
ગૃહમંત્રી સીઆરપીએફ જવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલી ત્રણ દસ્તાવેજી ફિલ્મોનું પણ વિમોચન કરશે. જેમાં સીઆરપીએફ જવાન, કોરોના વોરિયર્સ પર્યાવરણ સંરક્ષક તરીકે દેશની આંતરિક સુરક્ષાને જાળવી રાખવા માટે કેવી રીતે પોતાનું મહત્વનું યોગદાન આપે છે તે દર્શાવવામાં આવ્યું છે.
