રાજસ્થાનના રાજકીય સંગ્રામ પર સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી
Live TV
-
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર માટે આજનો દિવસ મહત્વનો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાન વિધાનસભામાં સત્ર બોલાવવાની રાજ્યપાલ સમક્ષ માગ કરી રહ્યાં છે. ત્યારે બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી મામલે પણ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાશે.
સ્પીકર બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી કરી શકે કે નહીં તે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. મહત્વનું છે કે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસે કરેલી ફરિયાદ પછી આ ધારાસભ્યોને 14 જૂલાઈએ નોટિસ આપી હતી. કોંગ્રેસે આ ધારાસભ્યો પર વ્હીપના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો.
પરંતુ સચિન પાયલટ પક્ષના ધારાસભ્યોની દલીલ છે કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે જ પક્ષનો વ્હીપ લાગુ થાય. બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીએ રાજસ્થાનના પોતાના છ ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો છે. સાથે જ વ્હીપના ઉલ્લંઘન બદલ કાર્યવાહીની પણ ચેતવણી આપી છે.
