DCGI ની વિષય નિષ્ણાંત સમિતિએ ભારત બાયોટેકની ઇન્ટ્રાનૈસિલ વેક્સિન પર પરિક્ષણો કરવાની કરી ભલામણ
Live TV
-
ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઇન્ડિયાની વિષય નિષ્ણાંત સમિતિ - SECએ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની ઇન્ટ્રાનૈસિલ વેક્સિન પર ત્રીજા તબક્કાના પરિક્ષણો કરવાની ભલામણ કરી છે. કંપનીએ SECથી પોતાની ઇન્ટ્રાનૈસલ વેક્સિનને બુસ્ટર ડોઝના સ્વરૂપે ઉપયોગ કરવાની મંજૂરી પણ માંગી છે. જેના માટે SECએ કંપનીને એક સંશોધિત પ્રોટોકોલ રજૂ કરવા કહ્યું છે. કોવિડ-19ના જેમણે બે ડોઝ લીધા હોય તેમના માટે કંપની નાકની રસી બુસ્ટર ડોઝ તરીકે વિકસીત કરવાની યોજના બનાવી રહી છે. ભારત બાયોટેક કંપનીનો લક્ષ્યાંક પાંચ હજાર સ્વસ્થ લોકો ઉપર ક્લીનિકલી પરિક્ષણ કરવાનો છે. કંપનીનો પોતાની ઇન્ટ્રાનૈસલ વેક્સિનનો ઉપયોગએ વ્યક્તિઓમાં એક વિષમ બુસ્ટર ડોઝના રૂપે કરવાનો પ્રસ્તાવ છે, જેમણે પહોલાથી જ ભારત બાયોટેકની કોવેક્સિન અથવા સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસી લીધી હોય.
