EMRS સ્ટાફ સિલેક્શન પરીક્ષા 2023 માટે ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ માટે 4062 ખાલી જગ્યાઓ પર ભરતી
Live TV
-
NESTS દ્વારા EMRS સ્ટાફ સિલેક્શન પરીક્ષા (ESSE)-2023 માટે ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ માટે 4062 ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પડાયું
નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ (NESTS), આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા, EMRS માટે શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતી અભિયાન ચલાવી રહી છે. NESTS એ તાજેતરમાં 4062 ખાલી જગ્યાઓ ભરવા માટે EMRS સ્ટાફ સિલેક્શન પરીક્ષા (ESSE)-2023 માટે સૂચના બહાર પાડી છે.
તેના માટે અરજી પ્રક્રિયા 30.06.2023થી શરૂ થઈ હતી.
CBSE સાથે સંકલનમાં NESTS, ESSE-2023નું આયોજન "OMR આધારિત" મોડમાં EMRSમાં શિક્ષણ અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે કરી રહ્યું છે,
ઑનલાઇન અરજીઓની વિગતવાર પ્રક્રિયા, પાત્રતા માપદંડો અને દરેક પોસ્ટ માટેના અભ્યાસક્રમ સાથેની અન્ય વિગતો વેબસાઇટ emrs.tribal.gov.in પર ઉપલબ્ધ છે.
સમગ્ર રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં EMRSમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
EMRS એ 50% અથવા 20,000 કે તેથી વધુ આદિવાસી વ્યક્તિઓ સાથેના દરેક બ્લોકમાં આદિજાતિને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આદિજાતિ બાબતોના મંત્રાલયનો મુખ્ય હસ્તક્ષેપ છે.
