Skip to main content
Settings Settings for Dark

G-20 રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇનિશિયેટિવ ગ્રૂપ સમિટ અને રિસર્ચ મિનિસ્ટર્સની બેઠક મુંબઈમાં પુરી થઈ

Live TV

X
  • કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે વિશ્વ સામેના વિવિધ પડકારો પર રચનાત્મક અને ફળદાયી ચર્ચા કરવા માટે G-20 દેશોનો આભાર માન્યો છે. મુંબઈમાં G20 સંશોધન મંત્રીઓની બેઠકના સમાપન સમારોહમાં ડૉ. જિતેન્દ્ર સિંહે સંતોષ વ્યક્ત કર્યો હતો કે RIIG સભ્ય દેશોની બેઠકો દરમિયાન, ઊર્જા સામગ્રી અને સાધનો, સૌર અને ગ્રીન એનર્જીનો ઉપયોગ સંબંધિત પડકારો સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે બાયો-આધારિત ટેક્નોલોજીના નિર્માણમાં નવા સંશોધન, વિકાસ અને નવીનતાની ભૂમિકા, સમુદ્રી અર્થવ્યવસ્થાને સમજવા જેવા નીતિ વિષયક મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ પર પણ ખુશી વ્યક્ત કરી હતી.

    કેન્દ્રીય મંત્રીએ G-20 સંશોધન અને નવીન પહેલમાં ભારતને  RIIG જૂથમાં અગ્રતાના સમર્થન આપવા માટે સભ્ય દેશોનો પણ આભાર માન્યો. જિતેન્દ્ર સિંહે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો-2023 હાંસલ કરવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ, સંશોધન અને નવીનતા દ્વારા યોગદાન આપવા માટે ભારત સારી સ્થિતિમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply