G20 અંતર્ગત હૈદ્રાબાદમાં બે દિવસીય સ્ટાર્ટઅપ 20 એંગેજમેન્ટ ગ્રુપની બેઠક યોજાશે
Live TV
-
ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત હૈદ્રાબાદમાં બે દિવસીય સ્ટાર્ટઅપ 20 એંગેજમેન્ટ ગ્રુપની બેઠક યોજાશે. જેમાં G20 દેશોના પ્રતિનિધિઓ અને નિરીક્ષક દેશોના નવ વિશેષ આમંત્રિતો, બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટસ ભાગ લેશે.
સ્ટાર્ટઅપ 20માં ત્રણ મુખ્ય ટાસ્કફોર્સ છેઃ
1. ફાઉન્ડેશન અને એલાયન્સ ટાસ્કફોર્સ
2. ફાઇનાન્સ
3. સમાવેશ અને ટકાઉપણું.
આ મીટિંગ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા અને સ્ટાર્ટઅપ્સ, કોર્પોરેટ્સ, રોકાણકારો, ઇનોવેશન એજન્સીઓ અને અન્ય મુખ્ય ઇકોસિસ્ટમ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે ચર્ચા થશે.
