ICMRએ હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ઉપયોગને લઇને જાહેર કરી નવી ગાઇડલાઇન
Live TV
-
કોરોના વાયરસના કહેર વચ્ચે સરકારે એક સુધારેલ ગાઇડલાઇન જાહેર કરીને કોવિડ-19 હોસ્પિટલમાં કામ કરી રહેલા લક્ષણ વગરના સ્વાસ્થ્યકર્મી, કન્ટેનમેન્ટ ઝોનમાં ફરજ બજાવી રહેલા કર્મીઓ તથા કોરોના વાયરસ સંક્રમણને રોકવા સંબંધ ગતિવિધિઓમાં સામેલ અર્ધ સૈનિક દળ, પોલીસકર્મીઓને રોગ નિરોધક દવા તરીકે હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાહેર કરેલ ગાઇડલાઇન અનુસાર કોવિડ-19ના ફેલાવાને રોકવા તથા તેનો ઇલાજ કરવામાં સામેલ લક્ષણ વગરના તમામ સ્વાસ્થ્ય સેવાકર્મીઓ અને સંક્રમિત લોકોને ઘરમાં સંપર્કમાં આવેલ લોકોમાં સંક્રમણ વિરૂદ્ધ આ દવાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.
જો કે, ICMR દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ગાઇડલાઇનમાં ચેતવણી આપવામાં આવી છે કે, દવા લેનારી વ્યક્તિએ એવું ન વિચારવું જોઇએ કે તે એકદમ સુરક્ષિત છે. નવી ગાઇડલાઇન પ્રમાણે NIV પુણેમાં HCQની તપાસમાં એવું પમ સામે આવ્યું છએ કે, તેનાથી સંક્રમણ દરમાં ઘટાડો થાય છે.
