Skip to main content
Settings Settings for Dark

J&K : શોપિયા જિલ્લાના રેબેનમાં સુરક્ષાદળોએ 5 આતંકવાદીઓને માર્યા ઠાર 

Live TV

X
  • કશ્મીર પોલીસે એક ટ્વિટ મારફતે આ કાર્યવાહીની જાણકારી આપી હતી 

     

    કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબેન વિસ્તારમાં  આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં અત્યાર સુધીમાં આતંકવાદીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. સુરક્ષાદળો અને જમ્મુ કશ્મીર પોલીસ એક તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે તેમને આ કાર્યવાહીને અંજામ આપવાની ફરજ પડી. તે સમયે CRPF, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ કાર્યવાહીમાં સુરક્ષાદળોના કોઈ જવાનને હાનિ નથી પહોચી. ઉલ્લેખનીય છે કે કશ્મીર પોલીસે એક ટ્વિટ મારફતે 
    આ કાર્યવાહીની જાણકારી આપી હતી અને આગળની માહિતી પાછળથી જનાવવાની ખાતરી આપી હતી. હજી આ આતંકવાદીઓની ઓળખ થઇ નથી. હજી પણ આ અથડામણ ચાલી રહી છે.

    વધુમાં, પાકિસ્તાને કેરાન અને રામપુર સેકટર (જે એન્ડ કે) માં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. 07 જૂન 2020 ના રોજ, પાકિસ્તાને કેરન અને રામપુર સેક્ટર, જિલ્લાઓ કુપવાડા અને બારામુલામાં સીજફાયર ઉલ્લંઘન કર્યું હતું. સેના યોગ્ય રીતે જવાબ આપી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply