આજે વિશ્વ મહાસાગર દિવસ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કહી આ ખાસ વાત
Live TV
-
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ છે કે "ભૂમિ આપણને વિભાજિત કરે છે અને મહાસાગર આપણને એકજૂથ કરે છે..સાગરનો અર્થ છે તમામ ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ"
આજે 8 જૂન 2020 છે..અને વિશ્વભરમાં 8 જૂનના દિવસે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી થાય છે..જે અંતર્ગત મહાસાગરોની વૈવિધ્યતા, મહત્વ અને આવનારા પડકારો વિશે લોકોને જાગૃતિ આપવામાં આવે છે..સાથે મહાસાગર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ જેવા કે વિવિધતાસ ખાદ્ય સુરક્ષા, પરિસ્થિતિનું સંતુલન, જળ સંશાધનોનો ઉપયોગ વગેરે જેવા મુદ્દાઓ પર લોકોને જાગૃત કરવામાં આવે છે..તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને સમુદ્રમાં વધતા પ્રદૂષણ અને તેનાથી ઉદભવતા જોખમો પ્રત્યે જાગૃત કરવાનો છે.મહાસાગરો વિના પૃથ્વી પરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે, કારણ કે સમુદ્રોમાં વધતા જતા પ્રદૂષણના સ્તર છતાં, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક રૂપે અત્યંત ઉપયોગી માનવામાં આવે છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ છે કે "ભૂમિ આપણને વિભાજિત કરે છે અને મહાસાગર આપણને એકજૂથ કરે છે..સાગરનો અર્થ છે તમામ ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ"