Lok Sabha Election 2024 Result LIVE: આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ
Live TV
-
ગુજરાતનાં 26 બેઠકના પરિણામ..
ભાજપે 25 બેઠક પર જીત મેળવી
એક બેઠક પર કોંગ્રેસે જીત મેળવી. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજેતા .. s
ઉત્તર પ્રદેશ વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદીની થઈ જીત

ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહની જીત

નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલની જીત

દેશમાં સૌથી વધુ મતોથી જીતનાર નેતા શિવરાજસિંહ ચૌહાણ
મધ્યપ્રદેશની વિદિશા બેઠક પરથી શિવરાજસિંહ ચૌહાણ 8,20,868 મતથી થયા વિજય

વિધાનસભા પેટાચૂંટણી 2024
ગુજરાતની બેઠકોના પરિણામ.
તમામ બેઠક પર ભાજપનો વિજય
ગુજરાતની વિવિધ બેઠકોના આવ્યાં પરિણામ
અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાએ મેળવી જીત
જામનગરથી ભાજપ ઉમેદવાર પૂનમ માડમે મેળવી જીત .. તો પહેલી વખત કોંગ્રેસે જીત મેળવી. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેને જીત મેળવી.
નરેન્દ્ર મોદી વારાણસીમાં આગળ
ચૂંટણી પંચના વલણો અનુસાર, ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીમાં કોંગ્રેસના અજય રાયથી આગળ છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક
17માં રાઉન્ડના અંતે :
ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા 2,34,350 મતે આગળ
ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને મળેલ મત 5,80,041
કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને મળેલ મત,3,45,691
બિહારમાં NDAનું સારું પ્રદર્શન
લોકસભા ચૂંટણીના વલણ મુજબ બિહારમાં NDA નું દેખાયું સારું પ્રદર્શન
બિહારમાં NDA ગઠબંધન 40માંથી 25 સીટો પર આગળ
ભાવનગર બોટાદ -15 લોકસભા
ભાજપના ઉમેદવાર - નિમુબેન બાંભણીયા 428708
આપ ઉમેદવાર- ઉમેશ મકવાણા 150776
લીડ- નિમુબેન 277932
ચૂંટણી પંચના વલણો અનુસાર ભાજપના નેતૃત્વમાં એનડીએ 300 બેઠકો પર આગળ છે. ભારત ગઠબંધન 225 સીટો પર આગળ છે.
ચૂંટણી પંચના વલણો અનુસાર, અત્યાર સુધી ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બધી બેઠકો પર ભાજપ આગળ
ગાંધીનગર લોકસભા બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ 4,88,250 મતોથી આગળ
ઉત્તર પ્રદેશ
રક્ષામંત્રી અને લખનૌ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ 17,420 સીટોથી આગળ છે.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ચોંકાવનારા આંકડા
જમ્મુ અને કાશ્મીર:
અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠકના ઉમેદવાર મહેબૂબા મુફ્તી પાછળ છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મિયાં અલ્તાફ અહેમદ આ સીટ પરથી 1,84,726 વોટથી આગળ છે.
ચૂંટણી પંચના વલણો
ચૂંટણી પંચના વલણો અનુસાર, ભાજપ 241 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ 96 બેઠકો પર અને સમાજવાદી પાર્ટી 34 બેઠકો પર આગળ ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશ
અમેઠી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર કેએલ શર્મા 50,758 મતોથી આગળ છે.
કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી બંને સીટ પર આગળ
કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી 2,22,424 મતોથી આગળ છે. જ્યારે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી 1,64,249 મતોથી આગળ છે.
ઉત્તર પ્રદેશ
કન્નૌજ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવ 64,511 મતોથી આગળ છે. જ્યારે મૈનપુરી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવ 79,734 મતોથી આગળ છે. આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના ઉમેદવાર ચંદ્રશેખર આઝાદ ઉત્તર પ્રદેશની નગીના લોકસભા બેઠક પરથી 65,768 મતોથી આગળ છે.
પાટણ લોકસભા બેઠક
9માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 251151 વોટથી આગળ છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 236407 વોટ સાથે પાછળ ચાલી રહ્યા છે. 14744 મતથી કોંગ્રેસ આગળ લીડ કરી રહ્યું છે.
દાહોદ લોકસભા બેઠક
દાહોદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 193430 મતો થી આગળ.
જશવંતભાઈ ભાભોર, ભાજપ - 396233
ડૉ. પ્રભાબેન તાવિયાડ, કોંગ્રેસ - 202803
વડોદરા લોકસભા બેઠક
12માં રાઉન્ડના અંતે ભાજપ ના ઉમેદવાર ડૉ.હેમાંગ જોશી 3,73,441 મતોથી આગળ
ડૉ .હેમાંગ જોશી બીજેપ 5,62,775 મત મળ્યાં જ્યારે કોંગ્રેસના જશપાલસિંહ પઢીયાર કોંગ્રેસને 1,89,334 મત મળ્યા..
અમદાવાદ પશ્ચિમ - પૂર્વ લોકસભા બેઠક
ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 13 રાઉન્ડ બાદ પણ આગળ ચાલી રહ્યા છે. ભાજપ 2,26,061 વોટથી લીડ કરી રહી છે. જ્યારે અમદાવાદ પૂર્વમાં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 2,46, 000 વોટથી આગળ ચાલી રહ્યા છે.
છોટાઉદેપુર બેઠક
બારમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જશુ રાઠવા 5,23,996 સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા કોંગ્રેસ 2,38,794 સાધ ચાલી રહ્યા છે. ભારતીય જનતા
2,85,202 મતની લીડ સાથે આગળ છે.સુરેન્દ્રનગર લોકસભા બેઠક
બારમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોર 139,825,મતે આગળ ચાલી રહ્યા છે જેમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને મળેલ મત 3,59,235 મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને મત,2,19,410 મળેલ છે.
દિલ્હીની 7 બેઠકો માટે અત્યાર સુધીના વલણો
ચૂંટણી પંચ દ્વારા દિલ્હીની તમામ 7 બેઠકો માટે અત્યાર સુધીના વલણો જાહેર થયા છે જેમાં ભાજપ 6 સીટ પર આગળ છે તો કોંગ્રેસ 1 સીટ પર આગળ છે.
ઉત્તરપ્રદેશમાં ભાજપ આગળ
ઉત્તરપ્રદેશની તમામ 80 બેઠકો માટે અત્યાર સુધીના ચૂંટણી પંચના વલણો અનુસાર ભાજપ 34 બેઠકો પર અને સપા 36 બેઠકો પર આગળ છે.
અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની પાછળ
ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી આગળ
ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, વાયનાડ અને રાયબરેલી લોકસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી આગળ
હિમાચલ પ્રદેશના હમીરપુરથી ભાજપના ઉમેદવાર અનુરાગસિંહ ઠાકુર 78177 મતોથી આગળ
ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, ભાજપ 237 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 97 બેઠકો પર આગળ છે.
પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આગળ..
ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ..
ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, ભાજપ 226 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 98 બેઠકો પર આગળ છે.
છોટા ઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુ રાઠવા આગળ
લોકસભા બેઠકની મત ગણતરીના પાંચમા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુ રાઠવાને 1,91,549 મત મળ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને 77241 મત મળ્યા છે. ચોથા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુ રાઠવાને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને મળેલ મત કરતાં 1,14,308 વધારે મત મળતા ભાજપ આગળ ચાલી રહ્યાં છે
પંચમહાલ ગણતરીના છ રાઉન્ડ પૂર્ણ
પ્રથમ રાઉન્ડ માં ભાજપ ની લીડ 25936
બીજા રાઉન્ડ માં ભાજપ ની લીડ 23777
ત્રીજા રાઉન્ડ માં ભાજપ ની લીડ 30589
ચોથા રાઉન્ડ માં ભાજપ ની લીડ 27897
પાંચમા રાઉન્ડ માં ભાજપ ની લીડ 30881છ રાઉન્ડ ના અંતે ભાજપ 1,39,140 ની લીડ મેળવી ચુકી છે સાતમા રાઉન્ડ માં ભાજપ ના રાજપાલસિંહ જાદવ 2,32,700 મતો થી આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપ 24 બેઠક પર જ્યારે 1 સીટ ઉપર કોંગ્રેસ આગળ
ગુજરાતના લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ 25 બેઠકોની મતગણતરીમાં ભાજપ 24 પર આગળ જ્યારે પાટણની સીટ ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. શરૂઆતથી વલણમાં બનાસકાંઠા સાબરકાંઠા અને આણંદમાં આગળ રહ્યા બાદ સવારે 10:30 કલાકે ત્રણેય બેઠક ઉપર કોંગ્રેસ પાછળ છે.
543 બેઠકોમાંથી ભાજપ 212 બેઠકો પર આગળ
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક વલણો અનુસાર, 543 બેઠકોમાંથી ભાજપ 212 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 84 બેઠકો પર આગળ છે.
ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહની લીડ
છઠ્ઠા રાઉન્ડ ના અંતે અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પર 2,68,000 મતોથી લીડ
ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આગળ..
ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નીમુ બાંભણિયા આગળ..
જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ આગળ..
પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા આગળ..
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આગળ..
ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આગળ..
અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના દિનેશ મકવાણા આગળ
અમદાવાદ પશ્ચિમ બેઠક રાઉન્ડ 3 પૂર્ણ
કુલ વોટ 180667 ભાજપ 116397 ( દિનેશ મકવાણા)
કોંગ્રેસ 58288 ( ભરત મકવાણા)
રાજસ્થાન: લોકસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ
રાજસ્થાનની 25 સંસદીય બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. રાજ્યમાં ભાજપના અર્જુન રામ મેઘવાલ, ઓમ બિરલા, ગજેન્દ્ર સિંહ શેખાવત, જ્યોતિ મિર્ધા અને કૈલાશ ચૌધરી સહિત કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના અગ્રણી ઉમેદવારોમાં દેવેન્દ્ર ઝાઝરિયા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના હનુમાન બેનીવાલનો સમાવેશ થાય છે.
રાજ્યની 25 લોકસભા બેઠકોમાંથી 14 બેઠકો માટે ટ્રેન્ડ જોવા મળ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટી 10 પર, કોંગ્રેસ 4 પર અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી એક બેઠક પર આગળ છે. કોટા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ઓમ બિરલા આગળ ચાલી રહ્યા છે.
ચૂંટણી પંચના પ્રારંભિક વલણો
ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, ભાજપ 63 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ 20 બેઠકો પર અને AAP 5 બેઠકો પર આગળ છે. સમાજવાદી પાર્ટીએ પણ 5 સીટો પર લીડ મેળવી છે.
ગુજરાતમાં શરૂઆતનાં વલનમાં ભાજપ 19 તો કોંગ્રેસ 2 સીટ ઉપર આગળ
ગુજરાતમાં શરૂઆતનાં વલનમાં 19 સીટ ઉપર ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ 2 સીટ ઉપર આગળ ચાલી રહી છે. જામનગર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 3898 મતે આગળ છે, ગેનીબેન ઠાકોર 6200 મતથી આગળ ચાલી રહ્યા છે જ્યારે ભરૂચમાં મનસુખ વસાવા 4200 મત આગળ છે. તો ખેડા લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર દેવુંસિંહ આગળ છે. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી પાછળ તો ભરૂચ સીટ પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૈતર વસાવા આગળ છે.
ગુજરાતમાં મતગણતરી શરૂ થઈ
ગુજરાતમાં પણ 25 લોકસભા સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી અધિકારીઓએ બેલેટ પેપરના વોટ કાઉન્ટ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. તો નવસારી લોકસભા ભાજપના સીઆર પાટીલ આગળ પણ આગળ ચાલી રહ્યા છે.
જામનગરમાં પૂનમ માડમ આગળ ચાલી રહ્યા છે. પાટણ બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી આગળ તો ખેડા બેઠક પરથી ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. જ્યારે બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન આગળ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ છે. રાહુલ ગાંધી વાયનાડથી આગળ છે. જ્યારે અમેઠીથી સ્મૃતિ ઈરાની આગળ છે. ગોરખપુર બેઠક પરથી રવિ કીશન આગળ છે જ્યારે સિરસાથી કોંગ્રેસ ઉમેદવાર કુમારી શૈલજા આગળ ચાલી રહ્યા છે. પાલી બેઠક પરથી ભાજપ ઉમેદવાર પી.પી.ચૌધરી આગળ હાલી રહ્યા છે જ્યારે તિરૂવનંતપુરુમથી રાજેશ ચંદ્રેશેખર આગળ.
લોકસભા ચૂંટણી 2024 માટે મતગણતરી શરૂ થઈ
543 સંસદીય બેઠકોમાંથી 542 પર ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય થઈ રહ્યો છે. સુરત બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી હતી.
સાણંદના ધારાસભ્ય કનુ પટેલે આપી પ્રતિક્રિયા
સાણંદના ધારાસભ્ય કનુ પટેલે કહ્યું કે,ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ જંગી મતોથી જીતવા જઈ રહ્યા છે.
અમે ગાંધીનગર લોકસભામાંથી 10 લાખથી વધુની લીડથી જીતીશું: કનુ પટેલ
https://x.com/DDNewsGujarati/status/1797821942474637342
કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલેની પ્રતિક્રિયા
ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે કહ્યું કે, અમે અહીં સારા પરિણામની અપેક્ષા રાખીએ છીએ
કોંગ્રેસ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ સારું પરિણામ લાવશે: સોનલ પટેલ
https://x.com/DDNewsGujarati/status/1797821022030495917
ગુજરાત રાજ્યની 26 મતગણતરી કેન્દ્રો ખાતે તૈયારીઓ પૂર્ણ
રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.
અમદાવાદ શહેરમાં આજે કોમર્સ કોલેજ બિલ્ડીંગ, ગુજરાત કોલેજ કેમ્પસ, એલીસબ્રીજ અને એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ, નવરંગપુરા ખાતે લોકસભા ચૂંટણી - 2024ની મતગણતરી થનાર છે; મતગણતરી દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવ્યો છે.
મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા: મુખ્ય ચૂંટણી કમિશનર
મત ગણતરીની તૈયારીઓ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી માટે દેશભરમાં લગભગ 10 લાખ 50 હજાર બૂથ બનાવવામાં આવ્યા છે.
સુરત: ભાજપના ઉમેદવાર અગાઉ જ બિનહરીફ જીતી ચૂક્યા છે
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અગાઉ જ બિનહરીફ જીતી ચૂક્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યાની આસપાસ EVM મતોની ગણતરી કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 જૂને જાહેર કરવામાં આવ્યા છે.
આજે લોકસભાની તમામ 543 બેઠકો પર મતદાનના પરિણામો
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે આવી રહ્યા છે. થોડીવારમાં મતગણતરી શરૂ થશે. મતગણતરી સ્થળે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે દેશની લગભગ 55 પાર્ટીઓના 8360 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાં મતદાન થયું હતું. આજે લોકસભાની તમામ 543 બેઠકો પર મતદાનના પરિણામો આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાં મતદાન થયું હતું. આજે લોકસભાની તમામ 543 બેઠકો પર મતદાનના પરિણામો આવી રહ્યા છે. આજે સ્પષ્ટ થઈ જશે કે દેશમાં આ વખતે કોની સરકાર હશે.
