MSMEને મદદ માટે ભારત સરકારે વિશ્વબેંક સાથે 75 કરોડ ડોલરની સમજૂતી કરી
Live TV
-
સમજુતી અનુસાર આ રકમનો ઉપયોગ MSME સેકટરને લોન આપનાર NVFC ને તરલતા ઉપલબ્ધ કરાવવા કરવામાં આવશે
કોરોના મહામારીથી પ્રભાવીત લધુ અને મધ્યમ ઉદ્યોગ ના ઉદ્યમીઓને મદદ પહોચાડવા માટે ભારત સરકારે વિશ્વબેંક સાથે 75 કરોડ ડોલરની સમજૂતી કરી છે.આ નાણાકીય સમજૂતી નાણા મંત્રાલયે વિશ્વબેંક સાથે કર્યો છે જેનો ઉપયોગ MSMEને નાણા ઉપલબ્ધ કરવા કરવામાં આવશે. જેનાથી દેશમાં લગભગ 15 લાખ ઉદ્યમોને નાણા ની મુશ્કેલી દૂર થશે. સમજુતી અનુસાર આ રકમનો ઉપયોગ MSME સેકટરને લોન આપનાર NVFC ને તરલતા ઉપલબ્ધ કરાવવા કરવામાં આવશે.આ રકમથી MSME સેકટરથી ક્રેડિટ સુવિધામાં વધારો થશે. ગેરબેન્કીંગ નાણાકીય સુવિધાઓ, સંસ્થાઓ લધુ બેન્કોને આરબીઆઇ દ્વારા સસ્તી લોન આપવામાં મદદ મળશે. ઉદ્યમીઓને નાણાકીય તકનીક અને ડીજીટલ પેમેન્ટને ઉત્તેજન આપવા આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. કોરોનાથી લડવા વિશ્વબેંકે ભારતને બે કરોડ ડોલરની તાકીદની મદદ આપી ચુકયું છે. તેમા એપ્રિલ- માસમાં સ્વાસ્થ્ય માટે એક અરબની રકમ અને મે માસમાં ગરીબોના મદદ માટે એક અરબ રકમ ઉપલબ્ધ કરાવી છે.
