આસામમાં પુરની સ્થિતિમાં સુધારો, બિહારમાં પણ નદીઓના જળસ્તરમાં ઘટાડો
Live TV
-
આસામ માં છેલ્લા 24 કલાકમાં પૂરની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. હાલ ,બચાવ અને રાહત કાર્યમાં લાગેલા રાહત કર્મી હજુ પણ એલર્ટ પર છે. 20 કલાક માં પડેલા વરસાદ ના કારણે ,હજુ સુધી ,કોઈના મોત નથી થયા, પરંતુ રાજ્યના 17 જિલ્લામાં 1 હજારથી વધુ ગામના સાડા છ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
રાજ્યની 45 હજાર હેકટર જમીનમાં પાણી જ પાણી છે. 4 હજાર 852 પૂર ગ્રસ્તોને વિવિધ રાહત શિબિરમાં આશ્રય આપ્યો છે. બિહારમાં પણ પૂરનો ભોગ બનેલા લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. બિહારમાં 24 કલાકમાં વરસાદના કારણે નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે.
મહાનંદા નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાતા ,જોખમ ટળ્યું છે. સમસ્તી પુર જિલ્લામાં ઓશી, કમલા અને કરેણ નદીના જળસ્તરમાં વધારો થતાં નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ,અને રેસ્ક્યુ ટીમ પણ એલર્ટ પર છે. બિહારમાં વરસાદ અને પૂર ના કારણે 108 લોકોના મોત થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રના મુંબઈ અને થાણેમાં ભારે વરસાદના કારણે ,અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. કુર્લા, ગાંધીનગર ,અને જુહુ જેવા અનેક વિસ્તારો માં ,પાણી ઓસરતા ,થોડી રાહત થઈ છે. બેસ્ટ બસના રૂટ માં પણ ફેરફાર કરાયો છે. હવામાન વિભાગે ,મુંબઈ અને તેની આસપાસના વિસ્તાર માં ,આજે પણ ,ભારે વરસાદ ની ,આગાહી વ્યક્ત કરી છે.
