PMએ મણિપૂર જળ આપૂર્તિ પરિયોજનાનો કર્યો શિલાન્યાસ
Live TV
-
દરેક ઘરે જળ પ્રાપ્તિની શિલાન્યાસ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ સંબોધન. કહ્યુ, આગળના 20 થી 22 વર્ષની જરુરિયાતને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરાયો છે આ પ્રોજેક્ટ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મણિપૂર જળ આપૂર્તિ પરિયોજનાનો શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વોત્તરના લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આશરે 3 હજાર કરોડ રૂપિયાના ખર્તે તૈયાર થયેલી મણીપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટથી મણીપુરના 25 જેટલાં શહેરો અને 1700 જેટલાં ગામોની પાણીની સમસ્યા હલ થશે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આ યોજના માત્ર આજની જ નહીં પરંતુ આગામી 20-20 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. આ પ્રોજેક્ટથી લાખો લોકોને શુદ્ધ પીવાના પાણીની સાથે રોજગારી પણ મળી રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે, કોરોના સામે મજબુતીથી લડવાનું છે સાથે સાથે વિકાસના કાર્યોને પણ આગળ ધપાવવાનું છે. કોરોના અને પૂરની સ્થિતિમાં પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના લોકોને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.
