Skip to main content
Settings Settings for Dark

PMએ મન કી બાતમાં બાળકોને પરંપરાગત રમતો તરફ વાળવા વડીલોને કર્યો આગ્રહ

Live TV

X
  • પ્રધાનમંત્રીએ બાળકોને સાપ સીડી જેવી જુનિ અને પરંપરાગત રમતો તરફ વળવા આપી શીખામણ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં દેશ સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે લદ્દાખમાં ચીન સાથેની તણાવની સ્થિતિ, કોરોના સંકટ, વાવાઝોડું, ભૂકંપ સહિત તમામ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

    ઉપરાંત પ્રધાનમંત્રીએ દેશના નાગરિકોની મેન્ટલ હેલ્થને લઈને પણ કેટલીક ટિપ્સ આપી હતી. આ સંકટની પરિસ્થિતિમાં દેશના બાળકો, વૃદ્ધો અને જવાનો પોતાને માનસિક રીતે મજબૂત કેવી રીતે રાખી શકે, તેના પર પણ તેમણે જણાવ્યું હતું.

    - પ્રધાનમંત્રીએ ભારતીય પરંપરાગત રમતો જેવી કે સાપ સીડી, ગટ્ટા, ચોપાટ જેવી રમતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગટ્ટા એક પારંપરિક રમત છે અને તમે તેને ઘરે બેસીને રમી શકો છો. બાળકથી લઈને તમામ લોકો આ ગેમને આરામથી ઘરે બેસીને રમી શકે છે. માત્ર એક સાઈઝના પાંચ પથ્થર લઈને તમે આ રમત રમી શકો છો.

    - મિત્રો, આજે દરેક બાળકો સાપ સીડી વિશે જાણે ટે, પરંતુ તમને ખબર છે કે આ રમત પણ પરંપરાગત રમત મોક્ષ પાટમનો ભાગ છે.

    - હવે હું જે ઈન્ડોર ગેમની વાત કરવા જઈ રહ્યો છું, તેને Strategy Game કહેવાય છે. જેમાં સૌથી પહેલા એક બોર્ડનો ઉપયોગ થાય છે. જેમાં ઘણા ખાંચા હોય છે, જેમાં પડેલા બીજને ખેલાડીઓએ પકડવાના હોય છે. એવું કહેવાય છે કે, આ ગેમ દક્ષિણ ભારતથી દક્ષિણ-પૂર્વ એશિયા અને પછી વિશ્વમાં પ્રખ્યાત બન્યો. આ ગેમ તમિલનાડુમાં પલ્લાન્ગુલી, કર્ણાટકમાં અલિ ગુલિ મણે અને આંધ્રપ્રદેશમાં વામન ગુંટલૂ ના નામથી ઓળખાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply