Skip to main content
Settings Settings for Dark

કોરોનાને લઈને દિલ્હીની સ્થિતિ નિયંત્રણમાં છેઃ અમિત શાહ

Live TV

X
  • એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં કોરોના મહામારીની પરિસ્થિતિથી લઈને દેશની પ્રવર્તમાન સ્થિતિ પર પોતાના વિચારો રજૂ કર્યાં હતાં.

    અમિત શાહે કહ્યું હતું કે, દિલ્હીની સ્થિતિ નિયંત્રણમાં છે અને 30 જૂન સુધીમાં દિલ્હીમાં 30 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ દિલ્હીના કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ટેસ્ટિંગ પણ પૂર્ણ થઈ જશે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 130 કરોડ લોકોએ કોરોના મહામારી સામેની લડાઈ લડી છે અને સમગ્ર દેશની જવાબદારી મોદી સરકારની છે.

    તેમણે એ પણ કહ્યું હતું કે, રાજ્યોમાં અનેક ક્વોરન્ટાઈન સેન્ટર અને હોસ્પિટલ તૈયાર કરાઈ છે અને ડીઆરડીઓ પણ સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ બનાવી રહ્યા છે. તેમજ ત્રણ મેડિકલ ટીમ દ્વારા હોસ્પિટલોની વ્યવસ્થા ઠીક કરવા માટે પણ કામ કરાયું છે. અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં રૈપિડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ છે અને કોરોના વિરૂદ્ધ વ્યાપક અભિયાન ચલાવવું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply