PMએ મન કી બાતમાં વાર્તા પરંપરાનો કર્યો ઉલ્લેખ, બાળકના વિકાસને મળે છે દિશા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસંગો અનુસાર કહેવામાં આવતી વાર્તાની પરંપરાનો કર્યો ઉલ્લેખ -કહ્યુ,વાર્તા સંભળાવવાથી બાળકોના વિકાસને મળે છે નવી દિશા - વિજ્ઞાન આધારિત વાર્તાઓ થઈ રહી છે ખુબ જ લોકપ્રિય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર દેશની જનતા સાથે 'મન કી બાત'ના 69માં સંસ્કરણ થકી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.. તેમજ દેશવાસીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.. ખાસ કરીને મનકી બાતમાં તેમણે બાળકોને સંભળાવવામાં આવતી વાર્તાઓ., કૃષિ ક્ષેત્ર, દેશની આઝાદીમાં મહાપુરૂષોનું યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો, તો કોરોના સંક્રમણની સ્થિતિને લઈને દેશવાસીઓને સાવધાન અને જાગૃત રહેવાની પણ અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ થકી ફરી એક વાર પોતાના વિચારો દેશની જનતાને વર્ણવ્યાં હતાં. પોતાના પ્રારંભિક સંવાદમાં પ્રધાનમંત્રીએ અગાઉના જમાનામાં કોઈપણ પ્રસંગો અનુસાર પૂર્વજો દ્વારા પરિવારના સભ્યો અને ખાસ કરીને બાળકોને સંભળાવવામાં આવતી વાર્તાની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો.
આ વાર્તા કળાની પરંપરાને આજે પણ ઘણા લોકોએ અકંબધ કરી રાખી છે અને આ દિવસોમાં વિજ્ઞાન આધારિત વાર્તાઓ લોકપ્રિય થઈ રહી હોવાનું જણાવ્યું હતું.. તેમણે આ સંદર્ભમાં દેશવાસીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે, વાર્તા સંભળાવવા થી બાળકોના વિકાસને એક નવી દીશા મળતી હોય છે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે આઝાદીના 75 વર્ષ મનાવવા જઈ રહ્યાં છે. ત્યારે આપણી વાર્તાઓમાં ગુલામીના કાળા અધ્યાયની જેટલી પણ પ્રેરક નાની-મોટી ઘટના છે, તેમને વાર્તાઓમાં ઢાળવાનો અનુરોધ કર્યો હતો.. જેથી નવી પેઢીને માહિતગાર કરી શકાય અને વાર્તાની કળા વધુ મજબૂત બને.