અંબાલામાં ખેડૂત આંદોલનકારીઓએ આર્મીના ટ્રકને ચક્કાજામ કરી રોક્યો
Live TV
-
ખેડૂત બિલના વિરોધમાં અંબાલામાં ખેડૂત આંદોલનકારીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે અંબાલા-અમૃતસર હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
એવામાં ભારતીય સેનાના ટ્રક પણ ફસાઈ ગયા હતા. આંદોલનકારીઓ દ્વારા ભારતીય સેનાના ટ્રકને પણ રોકવામાં આવ્યા હતા અને રસ્તા પર બેસી ગયેલા આંદોલનકારીઓના કારણે આર્મી ટ્રક આગળ વધી શકે તેમ ન હતા.
સિનીયર પોલીસ ઑફિસર દ્વારા આંદોલનકારીઓને સમજાવવામાં આવ્યા હતા, કે સરહદ પર દેશની રક્ષા માટે જતા જવાનોના ટ્રકને રોકવામાં ન આવે, પરંતુ એક કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આર્મી ટ્રકને રસ્તો મળ્યો ન હતો.
આખરે પોલીસ દ્વારા બીજી તરફનો રસ્તો ખોલી આપવામાં આવતા આર્મીના ટ્રકો આગળ વધી શક્યા હતા.