PM નરેન્દ્ર મોદી આજે દિલ્હીના કરીયપ્પા મેદાનમાં એન.સી.સી રેલીને કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે લગભગ 12 વાગે દિલ્હીના કરીયપ્પા મેદાનમાં એન.સી.સી પી.એમ રેલીને સંબોધન કરશે. આ રેલી એન.સી.સી પ્રજાસત્તાક દિવસ રેલીનું સમાપન છે. તે દર વર્ષે 28 જાન્યુઆરીના રોજ યોજવામાં આવે છે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે. તેઓ એન.સી.સી ટુકડીઓની માર્ચપાસ્ટની સમિક્ષા કરશે. અને એન.સી.સી કેડેટ્સને સૈન્ય કાર્યવાહી,સિલિબ્રિન, માઇક્રો લાઇટ વિમાનોમાં ઉડાન,પેરા સિલીનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમના ઉતકૃષ્ટ કૌશલનું પ્રદર્શન કરતા જોશે.સર્વશ્રેષ્ઠ કેડેટોને પ્રધાનમંત્રી તરફથી મેડલ અને બેટલ આપવામાં આવશે.
