PM નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના જન ચૌપાલ કાર્યક્રમમાં આજે રામપુર, બદાયુ અને સંભલના મતદાતાઓને વર્ચ્યૂઅલી સંબોધન કરશે
Live TV
-
PM નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના જન ચૌપાલ કાર્યક્રમમાં આજે રામપુર, બદાયુ અને સંભલના મતદાતાઓને વર્ચ્યૂઅલી સંબોધન કરશે. PM ઉત્તરાખંડમાં ઉધમસિંહનગર અને નૈનિતાલ તો પંજાબમાં ફિરોઝપુર અને લુધિયાણાના મતદાતાઓને પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્મયથી સંબોધન કરશે.ભારતના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ,ગોવા,મણિપુરમાં વિધાનસભા ચુંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યા છે.તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છે.ત્યારે પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરાખંડના દહેરાદુન અને હરિદ્વારના મતદાતાઓ માટે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી.બિજનોરમાં, વર્ચુઅલ માધ્યમ દ્વારા મતદાતાઓને સંબોધિત કર્યા હતા તો આ સાથે, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું ચુંટણી-પ્રચાર આજે સમાપ્ત થશે. પ્રથમ તબક્કા માટે ૧૦ ફેબ્રુઆરીના રોજ 58 સીટો માટે ચુંટણી પ્રક્રિયા યોજાશે.પશ્ચિમી ઉત્તરપ્રદેશના ૧૧ જિલ્લાઓમાં 58 સીટો માટે ૬૨૩ ઉમેદવારો ચુંટણી લડશે. પ્રથમ તબક્કામાં શામલીની 3, મુઝફ્ફરનગરની 6, મેરઠની 7,ગાઝિયાબાદની 5,ગોતામબુદ્ધ નગર ની 3,બુલંદ શહેરની 7,અલીગઢની 7, મથુરાની 5 અને આગ્ર ની 9 વિધાનસભા સીટો માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે. તેમજ ભારતીય જનતા પાર્ટી આજે ચુંટણી ઘોષણા પત્ર જારી કરશે. બીજેપી એ ઘોષણા પત્રને " લોક કલ્યાણ પત્ર" નામ આપ્યું છે. બીજેપીના નેતા અમિત શાહ ઘોષણા પત્ર જારી કરશે.
