Skip to main content
Settings Settings for Dark

PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતીને કરી ટેલિફોનિક વાતચીત

Live TV

X
  • બંને દેશોના વ્યુહાત્મક સંબંધોમાં મજબુતી લાવવા વ્યક્ત કર્યો વિશ્વાસ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીન પુતીને ગઈકાલે ટેલિફોન ઉપર વાતચીત કરી હતી. વાતચીતમાં PM મોદી અને રાષ્ટ્રપતિ પુતીને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત કરવાની દિશામાં ઝડપથી કામ કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. PM મોદીએ રશિયાના લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ પુતીને પણ પ્રધાનમંત્રી મોદી અને ભારતની સમૃદ્ધી, પ્રગતિ, શાંતિ અને ખુશીની કામના વ્યક્ત કરી હતી. 

    બંને દેશો આ વર્ષે તમામ ક્ષેત્રોમાં ભારત રશિયા સંબંધોને વધુ મજબુત કરવા માટે નીકટતાથી કામ કરવા અને નિયમીતરૂપે વાતચીત કરવા ઉપર સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ આ વર્ષે રશિયામાં શાંઘાઈ સહયોગ સંગઠન અને બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવાની રાહ જુએ છે. બંને નેતાઓએ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply