Skip to main content
Settings Settings for Dark

લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

Live TV

X
  • હવે માર્ચ-એપ્રિલ માસના વીજબિલ 30 મે સુધી ભરી શકાશે

    રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને માર્ચ એપ્રિલ માસના વીજબિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે. રાજ્યના નાના અને મધ્યમવર્ગના વેપારીઓ દુકાનદારો અને ઉદ્યોગોને આર્થિક રાહત આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ એલ.ટી ગ્રાહકોને એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

    રાજ્યમાં એચ.ટી ગ્રાહકોના સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે લોકડાઉન દરમ્યાન આવા જે વીજ ગ્રાહકોનો વીજ વપરાશ લોકડાઉન અગાઉના 3 મહિનાના એવરેજ વપરાશના 50 ટકા કરતાં ઓછો છે તેમને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ માંથી એપ્રિલ માસના બિલમાં મુક્તિ આપવામાં આવશે. આ મુક્તિ બેંક, ટેલિકોમ કંપનીઓ પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહિ. ખાનગી હોસ્પિટલો લોકડાઉન દરમ્યાન મહદ અંશે બંધ રહી છે આમ છતાં જે હોસ્પિટલનો વીજ વપરાશ લોકડાઉન અગાઉના 3 માસના એવરેજ કરતા 50 ટકા ઓછો હોય તેને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply