Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સોમવારથી શરૂ થશે AMTS અને BRTS બસ સેવા, આ હશે શરતો

Live TV

X
  • બધા જ ટર્મિનસ પર થર્મલ ગનથી ટેમ્પરેચર ચકાસણી કરવામાં આવશે, તેમજ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે

    ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલ દ્વારા બસ સેવાઓને લઈને નિવેદન કરવામાં આવ્યું છે કે, સોમવાર 7 જૂનેથી BRTS અને AMTSની 50 ટકા બસો શરુ કરવામાં આવશે. બસમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે, હાલ બસ ચાલુ હોવા છતાં લોકો કોરોનાના ડરના કારણે બસમાં જવાનું ટાળી રહ્યા છે તેમણે કહ્યું કે, બસનો સ્ટાફ તેમજ વિજિલન્સના કર્મચારીઓ મળીને ગાઈડલાઈનનું પાલન કરાવશે. બધા જ ટર્મિનસ પર થર્મલ ગનથી ટેમ્પરેચર ચકાસણી કરવામાં આવશે, તેમજ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. સોમવારે હાલ જે બસની કુલ સંખ્યા છે તેની 50 ટકા બસો તમામ રૂટ પર શરુ કરવામાં આવશે. બસ સર્વિસ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply