Skip to main content
Settings Settings for Dark

જોશીમઠમાં જર્જરિત ઇમારતોને તોડી પાડવાનું કામ આજથી શરૂ કરાયું

Live TV

X
  • ઉત્તરાખંડના જોશીમઠમાં જર્જરિત ઇમારતોને તોડી પાડવાનું કામ આજથી શરૂ થઇ રહ્યું છે. આ અભિયાન હેઠળ તે હોટલ , મકાનો અને ઇમારતોને તોડી પાડવામાં આવશે, જેને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે . કાર્યવાહી બે હોટલથી શરૂ થશે. સૌપ્રથમ હોટેલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂને તોડી પાડવામાં આવશે. બંનેમાં તિરાડો છે. બંને હોટેલો પાછળની તરફ ઝૂકી રહી છે. જમીન ધસી જવાને કારણે બંને હોટલ એકબીજા સાથે અથડાઈ છે. હોટલોને કારણે કોમ્પ્લેક્સની પાછળ બનેલા 8-10 મકાનો પર ખતરો છે. SDRF ની ટીમ હોટેલ માઉન્ટ વ્યૂ અને મલેરી ઇન પહોંચી ગઈ છે. 

    હાલમાં વહીવટીતંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે લોકો તોડી પાડવામાં આવતી હોટલોથી દૂર જાય . SDRF અને નિષ્ણાતોની ટીમ 2 હોટલનું નિરીક્ષણ કરી રહી છે . મુખ્ય સચિવ ડૉ.એસ.એસ.સંધુએ અસુરક્ષિત ઇમારતોને તોડી પાડવા સૂચના આપી છે. વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ જાહેર બાંધકામ વિભાગની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવશે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ( CBRI ) ૩ રકીના નિષ્ણાતોની ટીમ પણ આ અભિયાનની દેખરેખ રાખશે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ( NDRF ) ની એક ટીમ જિલ્લા વહીવટીતંત્રને મદદ કરવા માટે સ્ટેન્ડબાય રહેશે.

    ઘણા રહેણાંક વિસ્તારના લોકોએ તેમના મકાનો ખાલી કરી દીધા છે. ઘણા લોકો હજુ પણ પેકઅપ કરી રહ્યા છે. આ લોકો જોશીમઠ છોડવાની તૈયારી કરી રહ્યા છે . ઉપરવાસમાં રહેતા કેટલાક પરિવારો આજે સવારે પોતાનો સામાન ભેગો કરવા માટે પરત આવ્યા છે. પરિવારોનું કહેવું છે કે, ઘર ઉપરાંત ખેતીની જમીન પણ છોડવી પડી છે. હવે તેને પોતાના પરિવાર અને બાળકોના ભવિષ્યની ચિંતા છે. ચમોલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, જે ઇમારતોમાં તિરાડ પડી છે તેમની સંખ્યા વધીને 678 થઇ ગઇ છે. આ પૈકી 200 થી વધુ ઇમારતોને અસુરક્ષિત જાહેર કરીને જિલ્લા પ્રશાસને તેમના પર લાલ નિશાન લગાવી દીધું છે. અત્યાર સુધીમાં 82 પરિવારોને અહીંથી ખસેડવામાં આવ્યા છે. આ પરિવારોને કાં તો કામચલાઉ રાહત કેમ્પમાં અથવા ભાડાના મકાનોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આવતા છ મહિના માટે દર મહિને 4,000 રૂપિયા આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply