અમદાવાદઃ હાટ એક્ઝિબિશન સેન્ટર ખાતે પરંપરાગત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણનું આયોજન
Live TV
-
અમદાવાદઃ હાટ એક્ઝિબિશન સેન્ટર ખાતે પરંપરાગત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણનું આયોજન
અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હાટ એક્ઝિબિશન સેન્ટર ખાતે ,સીડબી બેંક દ્વારા પરંપરાગત ચીજ વસ્તુઓ અને વિવિધ આર્ટીસ્ટસના સ્ટોલ્સ દ્વારા પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોલમાં લાકડાઓમાંથી બનાવેલ વિવિધ કલાકૃતિઓ, રમકડાઓ, ઘર વપરાશની વિવિધ ચીજ વસ્તુઓ અને ફર્નિચર વગેરે ખાસ આકર્ષણના કેન્દ્ર બન્યા છે. અહીં હાથસાળના વિવિધ વસ્તુઓ, મધ ઉછેર કેન્દ્રના મધ અને ગ્રામીણ ભોજનાલય પણ ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન આગામી પાંચ ડિસેમ્બર દરમિયાન સવારના 10 થી રાત્રિના 10 સુધી તમામ શહેરીજનો માટે ખુલ્લું રહેશે. સીડબીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બીમલ પ્રકાશ દુબેએ જણાવ્યું હતું કે, પ્રદર્શનનો મુખ્ય ઉદેશ્ય ગ્રામીણ હુન્નર ધરાવતા પરંપરાગત વ્યવસાયોને સીધુ પ્લેટફોર્મ મળે અને તેઓ આર્થિક રીતે સક્ષમ થાય તે માટે દર વર્ષે આ પ્રકારના પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતના મેળામાં ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટયૂટના યુવા સ્ટાર્ટ અપસએ પણ ભાગ લીધો છે. તો આ વેચાણ મેળામાં ભાગ લેવા આવેલા કારીગરોએ પોતાના ઉત્પાદનોનું સીધુ જ વેચાણ કરવાથી, તેઓને આર્થિક રીતે ઘણો ફાયદો થતો હોવાનું જણાવ્યું હતું.