Skip to main content
Settings Settings for Dark

‘जीवन पर्यन्त कर्तव्य’ ને ચરિતાર્થ કરતા સીમા સુરક્ષા દળનો આજે 59મો સ્થાપના દિવસ

Live TV

X
  • ‘जीवन पर्यन्त कर्तव्य’ ને ચરિતાર્થ કરતા સીમા સુરક્ષા દળનો આજે 59મો સ્થાપના દિવસ

    ‘जीवन पर्यन्त कर्तव्य’ સીમા સુરક્ષા દળ (BSF)નું આ સૂત્ર છે. જેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશની સરહદોની રક્ષા છે, તેવા યુવાનો બીએસએફને તેમના જીવનનું લક્ષ્ય બનાવે છે. આજે સીમા સુરક્ષા દળનો 59મો સ્થાપના દિવસ છે. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ BSFની 1 ડિસેમ્બર,1965ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. તેના પ્રથમ ડિરેક્ટર જનરલ (DG)કે એફ રુસ્મતજી હતાં અને હાલ સુજૉય લાલ થાઓસેન ડિરેક્ટર જનરલ છે. BSF એ ભારતની પૂર્વ અને પશ્ચિમી સરહદોની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી છે.1965ના યુદ્ધ પછી, ભારતીય સરહદો પર ઘૂસણખોરી, દાણચોરી અને લશ્કરી આક્રમણને કારણે વિશેષ દળની જરૂરિયાત સ્પષ્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ સંસદીય ઠરાવ દ્વારા BSFની રચના કરવામાં આવી હતી. બીએસએફની પ્રથમ ફરજ દરેક ઋતુમાં, દરેક સમયે અને દરેક પરિસ્થિતિમાં દેશની સરહદોની સુરક્ષા કરવાની છે. શરૂઆતમાં સીમા સુરક્ષા દળમાં વિવિધ રાજ્ય સશસ્ત્ર પોલીસ બટાલિયનના જવાનોનો સમાવેશ થતો હતો, હવે સીમા સુરક્ષા દળમાં અંદાજે 2.65 લાખ જવાનો છે. BSFમાં 193 નિયમિત બટાલિયન, 4 NDRF બટાલિયન, 7 આર્ટિલરી યુનિટ, 8 વોટર વિંગ અને 1 એર વિંગનો સમાવેશ થાય છે. 

    સીમા સુરક્ષા દળની ચાર મુખ્ય ફરજો છે (1) ભારતની સરહદોના પ્રદેશોમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના પેદા કરવી (2) દેશની સરહદો પર થતા ગુનાઓ અટકાવવા (3) ભારતની સરહદના પાડોશી દેશોમાંથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી ન થાય તેમજ ભારતમાંથી સરહદી દેશોમાં ગેરકાયદેસર રીતે આવનજાવન ન થાય તેની તકેદારી રાખવી તથા (4) દાણચોરી અને તેના જેવી અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવી. 

    દેશ યુદ્ધમાં સંડોવાયેલો હોય ત્યારે દેશની રક્ષા માટે ભારતીય લશ્કરને મદદ કરવાની પૂરક કામગીરી પણ આ દળને કરવાની હોય છે અને ત્યારે આ દળ પ્રત્યક્ષ રીતે ભારતીય લશ્કરને હસ્તક કામ કરે છે. સશસ્ત્ર દળ હોવાથી તેને આંતરિક સુરક્ષાનાં કાર્યો તથા નાગરિક પ્રશાસનની મદદ કરવાની પણ રહે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
apply