જાણો, વિવિધ સ્થળો પર યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાનની કામગીરી વિશે
Live TV
-
મહીસાગર
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ ભવાઇ પ્રસ્તુત કરી ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.
સા. કાં- વિજયનગર
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પાસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. વિકાસ કમિશનર સંદિપકુમારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ પીએમ મોદીનો વિડીયો સંદેશ નિહાળી, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી. તેમજ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલી સહાયની માહિતી આપી સરકારનો આભાર માન્યો હતો.
ભૂજ- કુનરીયા
રાજ્યના છેવાડાના નાગરિકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા કચ્છ જિલ્લામાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ ફરી રહી છે. ત્યારે ભૂજ તાલુકાના કુનરીયા ગામે યાત્રા આવી પહોંચતા નાની બાળાઓ દ્વારા કંકુ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકનો સહકાર જરૂરી છે.