Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પ્રિ-મોન્સુન અંતર્ગત પૂર જેવી પરિસ્થિતને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ

Live TV

X
  • ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે પૂર/હેઝાર્ડ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા કલેકટર કચેરી અને  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.

    સમગ્ર મોકડ્રીલમાં કાંકરિયા તળાવ ખાતે મુસાફરોની બોટ કેવી પાણીમાં પલટી જતા મુસાફરો તણાઈ જાય છે અને ત્યાં ઊભેલા સામાન્ય નાગરિકો દ્વારા 108, પોલીસ વિભાગ, SDRF અને DEOCને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ તમામ ટીમ ઘટનાસ્થળે પહોંચી ડૂબેલા લોકોનું રેસ્કયુ કરવામાં આવે છે. રેસ્ક્યુ કરેલ લોકોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આવી રીતે સમગ્ર ઘટનાનું લાઈવ નિદર્શન કરવામાં આવે છે અને આમ,સફળતાપૂર્વક મોકડ્રીલ કરવામાં આવી. 

    આ મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહત કામગીરીઓનું નિદર્શન યોજાયું હતું અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ મોકડ્રીલનો હેતુ કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી તથા સબંધિત વિભાગો સતર્ક રહી જાનહાનિ અટકાવી અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો.

    આ મોકડ્રીલમાં મામલતદાર ડિઝાસ્ટર શ્રી કિંજલ ભટ્ટ, ડીપીઓ શ્રી કિંજલ પંડ્યા, નાયબ મામલતદાર વાય.સી. જાદવ, SDRF પી.આઇ. નરેશ પરમાર અને તેમની ટીમ, પ્રોજેક્ટ ઓફિસર, એએમસી હિમાંશુ સોલંકી, નાયબ મામલતદાર મણિનગરરવિરાજ દેસાઈ અને 108ના સબંધિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-04-2025 Max Temp : °C Min Temp : °C
apply