Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના 145 BRTS સ્ટેશન પર હવે અનલિમિટેડ ફ્રી WiFi સુવિધા

Live TV

X
  • સ્માર્ટ સિટી અંતર્ગત BRTS સ્ટેશન પર ફ્રી WiFi સુવિધા શરૂ, 2 mbps સુધીની સ્પીડ

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધામાં વધારો કર્યો છે. આજના ટેકનોલોજી અને ઈન્ટરેનેટની દુનિયામાં રચ્યા પચ્યા રહેતા યુવાઓ માટે AMCએ ભેટ આપી છે. સોમવારથી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત શહેરના 145 જેટલા BRTS સ્ટેશન પર જનમિત્ર વાઈફાઈ સુવિધાનો પ્રારંભ થયો છે. 

    કેવી રહેશે ઈન્ટરનેટની સ્પીડ 
    આ સુવિધા જનમિત્ર કાર્ડ ધારકોને 2 mbps સ્પીડ ઉપલબ્ધ કરાવશે, જ્યારે અન્ય લોકો માટે 1 mbpsની સ્પીડ આપશે. જે સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.

    કેવી રીતે ઈન્ટરનેટ કનેક્ટ કરવું 
    આ સુવિધાનો લાભ લેવા માટે આપને જનમિત્ર અંતર્ગત પબ્લિક વાઈફાઈ પેજ પર લોગ ઇન કરવાનું રહેશે, ત્યારબાદ આપના મોબાઈલ પર OTP આવશે. OTP આધારે આપના મોબાઈલને લોગ ઇન કરતા આપની ઈન્ટરનેટ સુવિધા શરૂ થઈ જશે. એક OTP બે ડિવાઈસ એટલે કે, મોબાઈલ અથવા તો લેપટોપ સાથે કનેક્ટ કરી શકાશે.

    અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા યુવાઓ સહિત અન્ય નાગરિકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવી છે, જેનાથી અનેક લોકોને ફાયદો થશે. આ જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ગૌતમ શાહ અને કમિશનર મુકેશ કુમારના ટ્વીટર પર શેર કરાઈ છે.

    અમદાનાદના કમિશનર મુકેશ કુમારનું કહેવું છે કે, કોર્પોરેશનની સેવા સાથે જોડાયેલ જનમિત્ર કાર્ડ ધારકોને WiFi સુવિધાનો લાભ મળશે.

    AMCની આયોજનાને શહેરીજનોએ આવકારી છે, શહેરીજનોનું કહેવું છે કે, ઇન્ટરનેટ સુવિધાથી રોજિંદા કામ સરળ બનશે. 

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply