પાટણની દીકરીને પીએમ મોદીના હસ્તે વિરતા પુરસ્કાર
Live TV
-
અજાણ્યા શખ્સે ઘરે આવી કામવાળી બાઇ વિષે પુછયું અને ત્યાર બાદ સમૃધ્ધિને એકલી જોતા લૂંટ કરવાનો કર્યો હતો પ્રયાસ.
પાટણના ચાણસ્મા હાઇવે પર આવેલી તિરૂપતિ ટાઉનશિપમાં સમૃધ્ધિ તેના માતા-પિતા સાથે રહે છે. સમૃધ્ધિના પિતા સુશીલકુમાર અને માતા બન્ને નોકરી પર જતા હોવાથી ઘરે બપોરના સમયગાળા દરમિયાન એકલી હોય છે. 1 જુલાઈ, 2016ના રોજ બનાવના દિવસે સમૃધ્ધિ ઘરમાં એકલી હતી. બપોરના સમયે અચાનક તેના ઘરના દરવાજા પર અવાજ જોઈ તેણે ઘર ખોલ્યું તો, એક અજાણ્યા પુરુષે ઘરના દરવાજે ઉભો હતો.
અજાણ્યા શખ્સે કહ્યું કે, હું બાજુના મકાનમાં જ કામ કરુ છું. ત્યારબાદ વાતચીતમાં પાણી માગ્યું. પરંતુ સમૃધ્ધિને થયું કે બાજુના ઘર માંથી આવે છે અને મારા ઘર પર કેમ પાણી માંગી રહ્યો છે. એટલે સમૃધ્ધિએ પાણીની મનાઇ કરી દેતા યુવાને પોતાના હાથમાં રહેલા મોબાઇલને ખીસ્સામાં મુકી છપ્પુ બહાર કાઢી સમૃધ્ધિના ગળા પર રાખી દીધું અને બૂમ નહિ પાડવાની ધમકી આપી. પરંતુ સમૃધ્ધિએ મોકો જોઇને ગળા પરનુ છપ્પુ હટાવી, યુવાનના પગ પર મારી બૂમા-બૂમ શરૂ કરી દીધી હતી. તેમજ સમૃધ્ધિનુ મનોબળ જોતા અજાણ્યો યુવાન ગભરાઇ જતા ભાગી ગયો હતો. છતાં પણ સમૃધ્ધિએ તેમનો પીછો કર્યો હતો, પરંતુ યુવાન પાસે બાઇક હોવાથી ભાગી છૂટયો હતો. લુટારું અને સમૃધ્ધિ વચ્ચેની લડાઇમાં સમૃધ્ધિને હાથમાં ઇજા થઇ હતી. ઘાવની પાટણ અને દિલ્હીમાં સારવાર બાદ હવે પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવશે.
16 વર્ષની સમૃધ્ધિને બહાદુર બાળા તરીકેનો વિરતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સેના અધ્યક્ષ બિપિન રાવત, ગુજરાતના ગવર્નર દ્રારા બહાદુરી માટે મેડલ એનાયત કરવામાં આવ્યા છે.