ગબ્રિયલ ગાર્સિયા માર્કેઝની 91મી જન્મજ્યંતિ, ગગલે બનાવ્યું ડૂડલ
Live TV
-
ગબ્રિયલ ગાર્સિયા માર્કેઝએ પત્રકાર બનાવા માટે અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો હતો અને તેમણે લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. માર્કેઝ નું નિધન એપ્રિલ 2014માં થયું હતું.
વિશ્વ વિખ્યાત સાહિત્યકાર ગબ્રિયલ ગાર્સિયા માર્કેઝની 91મી જન્મજ્યંતિ છે ત્યારે ગૂગલે ખાસ ડૂડલ બનાવી તેમને યાદ કર્યા છે. ગેબ્રિયલને સર્વશ્રેષ્ઠ લેખનકળા માટે આગવી ઓળખ મળી હતી. તેમનો જન્મ 6 માર્ચ 1927ના રોજ કોલંબિયામાં થયો હતો. તે લેખકની સાથે સાથે પત્રકારત્વ સહિત સ્ક્રીન રાઈટર તરીકે પણ દુનિયાભરમાં ઓળખ મળી.
ગબ્રિયલ ગાર્સિયા માર્ખેજના મુખ્ય પુસ્તક
- 'વન હંડ્રેડ ઇયર્સ ઓફ સોલિટ્યુડ'
- 'ક્રોનિકલ ઓફ અ ડેથ ફોરટોલ્ડ'
- 'લવ ઇન ધ ટાઈમ ઓફ કોલેરા'
- 'ધ ઓટમ ઓફ પૈટ્રિયાર્ક'ગબ્રિયલ ગાર્સિયા માર્કેઝને 20મી સદીના મહાન લેખકમાં ગણતરી કરવામાં આવે છે. વર્ષ 1982માં તેમને સાહિત્ય ક્ષેત્રે નોબલ પુરસ્તારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પુસ્તક પરથી અનેક હોલિવુડની ફિલ્મો પણ બની છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક