#WomensDay | રાજકોટના સુશિલાબહેના સમાજના નબળા લોકોની કરે છે હરહંમેશ મદદ
Live TV
-
રાજકોટના વૃદ્ધ મહિલા સુશીલાબેન શેઠ બન્યા અનેક મહિલાઓના પ્રેરણા મૂર્તિ, આર્થિક રીતે સક્ષમ ન હોય તેવી અનેક યુવતીઓને અભ્યાસમાં કરી સહાય બન્યા મહિલાઓના તારણહાર બન્યા છે.
ગૌરવવંતી મહિલાઓની આ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું રાજકોટનાં એવા મહિલાની જેઓ ઉંમરથી તો વૃદ્ધ છે પણ પ્રવૃત્તિ અને મનથી યુવાન છે. તેઓ અનેક બાળકીઓથી લઈને મહિલાઓ સુધીના લોકોની પ્રેરણામૂર્તિ છે. આ મહિલા એટલે ડૉ. સુશીલાબહેન શેઠ. આયખાની સદી તરફ આગળ ધપી રહેલાં આ જાજરમાન મહિલા રાજકોટમાં રહીને 92 વર્ષે પણ મહિલાઓના ઉત્કર્ષ માટેની 5થી વધુ સંસ્થાઓમાં લાકડીના ટેકે ચાલી ને પણ કામ કરી રહ્યાં છે. સુશીલાબહેન ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી છે.
કાન્તા સ્ત્રી વિકાસ ગૃહમાં હાલમાં પણ ધોરણ 9થી 12નો અભ્યાસ ચાલુ છે . અહીં વાર્ષિક ફી છે માત્ર રૂપિયા 600. વાત કરીએ શહેરના બહુમાળી ભવનમાં વર્ગ-ત્રણ અધિકારી તરીકે લોકલ ફંડ ઓડિટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં શ્વેતા ઘાડિયાની જે કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ માધ્યમિક શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે.
એવી જ એક અન્ય વિદ્યાર્થિની છે ડેન્ટિસ્ટ ડો.ક્રિષ્ના કાછડિયા.ક્રિષ્નાનું સ્વપ્ન હતું કે તેને ડૉક્ટર બનવું હતું .પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તેમને સ્વપ્ન વિશે વિચારવાનું જ બંધ કરી દીધું હતું. વર્ષ 2004 માં તેની પરિવાર સુશીલાબહેનને મળ્યો અને સુશીલાબહેને ક્રિષ્નાની તમામ જવાબદારી પોતાના પર લઈ લીધી.
ક્રિષ્ના અને શ્વેતાની જેમ હજારો વિદ્યાર્થિનીઓ અત્યારે સમગ્ર ગુજરાતભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ લેવલ પર છે. હાલમાં પણ બાળકો ઉચ્ચ અભ્યાસ કરે તે માટે સુશીલાબહેન ક્યારેક કલાસમાં સરપ્રાઈઝ મુલાકાત પણ લઈ તેઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપે છે.