આર્કિટેકચર જગતનો નોબેલ ગણાતાં પ્રિટઝકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય
Live TV
-
વિશ્વ વિખ્યાત આર્ટીટેકટ બી.વી.દોશીને પ્રિટઝકર આર્કિટેકટર પ્રાઇઝ માટે વિજેતા જાહેર કર્યા
અમદાવાદ સ્થિત વિશ્વ વિખ્યાત આર્ટીટેકટ બી.વી.દોશીને વર્ષ 2018ના પ્રિટઝકર આર્કિટેકટર પ્રાઇઝ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આર્કિટેકચર જગતનો નોબેલ ગણાતાં પ્રિટઝકર પ્રાઇઝ મેળવનાર દોશી પ્રથમ ભારતીય છે. એવોર્ડની ઘોષણા કરતાં જ્યુરીએ જણાવ્યું હતું કે દોશીની વાસ્તુ શૈલીમાં મૌલિકતા અને અનોખાપણુ છે અને તેમણે હંમેશા ઉંડી સમજણ અને જવાબદારી સાથે લોકો માટે ઉત્તમ કક્ષાના સ્થાપત્યોનું સર્જન કર્યું છે. ઉલ્લેખનીય છે કે તેઓને લ કોબુઝીયે અને લુઇ કાન જેવા દિગ્ગજ આર્કિટેકટના માર્ગદર્શન નીચે પોતાનાં કેરીયરની શરૂઆત કરી હતી. તેમણે ટાગોર હોલ, પ્રેમાભાઇ હોલ, સેપ્ટ, ઇફકો ટાઉનશીપ, અમદાવાદની ગુફા સહિત IIM બેંગલોર અને નિફટ દિલ્હી જેવી સુંદર ઇમારતોની ડિઝાઇન કરી છે. વર્ષ 1976માં તેઓને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.