અમદાવાદ રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનાર વિરૂદ્ધ ખાસ ઝુંબેશ
Live TV
-
સ્વચ્છતાનું પાલન કરવા માટે ઠેર-ઠેર બેનર પણ લગાવાયા છે, ગંદકીને રોકવા અને ગંદકી ફેલાવનાર સામે દંડ વસૂલવાની કાર્યવાહી કરાય છે.
કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવા તમામ વિભાગ કામે લાગી ગયા છે. હવે જાહેરમાં ગંદકી કરનાર કે ગંદકી ફેલાવનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પણ સ્વચ્છતાનું ખૂબ પાલન કરી રહ્યું છે. સ્વચ્છતા ઝુંબેશને આગળ ધપાવવા માટે જાહેરમાં લઘુશંકા કરતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાઈ રહી છે. આવા લોકો વિરૂદ્ધ દંડ વસૂલવાની પણ કામગીરી રેલવે તંત્ર દ્વારા હાથ ધરાઈ રહી છે. સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન રેલવે પોલિસ ફોર્સ અને કેમર્સિયલ બ્લોકની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે, જેના દ્વારા સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરવામાં આવે છે. આ સાથે જ જો કોઇ વ્યક્તિ ગંદકી કરતા પકડાઈ જાય તો દંડ વસૂલવાની પણ કાર્યવાહી કરાય છે.
સ્વચ્છતાનું પાલન કરવા માટે ઠેર-ઠેર બેનર પણ લગાવાયા છે, તેમ છતાં થઈ રહેલી ગંદકીને દૂર કરવા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક