અમદાવાદમાં 200 મુસ્લિમ યુગલોના સામૂહિક નિકાહ
Live TV
-
જામિયા ફેઝાનુલ કુરાન અને આઈ.એસ.એસ.એ. ફાઉન્ડેશન દ્વારા સાથે મળીને ધાર્મિક વિધિઓથી યોજાયા સામૂહિક નિકાહ
અમદાવાદમાં 200 મુસ્લિમ યુગલોના સામૂહિક નિકાહ યોજવામાં આવ્યા હતા. આ સામૂહિક નિકાહનું આયોજન જામિયા ફેઝાનુલ કુરાન અને આઈ.એસ.એસ.એ. ફાઉન્ડેશન દ્વારા સાથે મળીને કરવામાં આવ્યુ હતું. આ સામૂહિક નિકાહ પરંપરાગત ધાર્મિક વિધિઓ મુજબ કરવામાં આવ્યા હતા.
સામૂહિક નિકાહના આયોજકો તરફથી બધા યુગલોને રેફ્રીજરેટર્સ, સિલિંગ ફેન, રસોડાની ચીજવસ્તુઓ અને નવા જીવનની શરૂઆત કરવા યુગલોને કબાટ જેવી મૂળભૂત ચીજ વસ્તુઓને ભેટ તરીકે આપવામાં આવી હતી.
સામૂહિક નિકાહ હવે લોકપ્રિય બની રહ્યા છે, ત્યારે ભારતીય સમાજના આર્થિક રીતે નબળા લોકો માટે સામૂહિક નિકાહ આશિર્વાદ રૂપ છે. સામૂહિક નિકાહના લીધે સામાન્ય વર્ગના પરિવારોને નાણાકીય ચિંતાઓનો સામનો કરવો પડતો નથી.