કેપટાઉન પહોંચી INS તારિણી, મહિલાઓ કરે છે બોટનું સંચાલન
Live TV
-
ઈન્ડિયન નેવીની સેલબૉટ આઈએનએસ તારિણી શુક્રવારે કેપટાઉન પહોંચી. તારિણી સાગર પરિક્રમા પર નિકળેલી દુનિયાની પ્રથમ એવી સેલબૉટ છે જેમાં તમામ ક્રૂ મેમ્બર મહિલાઓ છે.
સાગર પરિક્રમા માટે નિકળેલી દુનિયાની પ્રથમ સેલબૉટ કેપટાઉન પહોંચી છે. ઈન્ડિયન નેવીની આ પ્રથમ INS સેલબૉટ છે જે, સાગર પરિક્રમાએ નિકળી છે. એટલું જ નહીં આ દુનિયાની પ્રથમ સેલબૉ છે, જેમાં પુરૂષો નહીં પરંતુ મહિલાઓ જ છે. મહિલાઓની સાહસિકતાને જોઈ દરેક ભારતીયો માટે ગર્વની વાત છે.
તારિણી 10 સપ્ટેમ્બર, 2017ના રોજ પણજીથી રવાના થઈ હતી. આ બોટ ઓસ્ટ્રેલિયાના ફ્રેમન્ટલ, ન્યૂઝીલેન્ડના લિટલેટન અને ફૉકલેન્ડના પોર્ટ સ્ટેનલે થઈ કેપટાઉન પહોંચી છે. કેપટાઉન પહોંચીલે સેલબોટ આ જ મહિને ભારત પરત ફરશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક