અમદાવાદ શહેરમાં ફીલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા ચેમ્પિયનશીપ કેટ શોનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
અમદાવાદ શહેરમાં ફીલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા ચેમ્પિયનશીપ કેટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનો આ સૌથી મોટો કેટ શો આગામી 10 મી ફેબ્રુઆરીએ સિંધુ ભવન રોડ ખાતે યોજવામાં આવશે. જેમાં ઓસ્ટ્રેલિયાના એલન રેમન્ડ અને ઈન્ડિયાની એફસીઆઇ કેટ ક્લબના પ્રેસિડેન્ટ સાકિબ પઠાણ ખાસ ઉપસ્થિત રહેશે. હવે બિલાડીને લોકો પરિવારના સભ્ય તરીકે પાળે છે. ત્યારે તેમની સંભાળ, સારવાર અને તેમની સાથેનું વર્તન કેવું હોવું જોઈએ એ અંગે કેટ શોમાં વાર્તાલાપ થશે. આ કેટ શોમાં શહેરના બિલાડી પાલકોને તેમની વ્હાલી બિલાડીઓ સાથે એક સ્થળ પર એકત્ર થવાનો મોકો મળશે અને લોકોને બિલાડીઓની વિવિધ જાતિઓથી પરિચિત કરાવવામાં આવશે.
આ કેટ શોમાં વિવિધ પ્રજાતિઓની 200 ઉપરાંત બિલાડીઓ જોવા મળશે. જેમાં પર્શિયન, મેન કૂન, બંગાળી અને આપણી પોતાની ઈન્ડી માઉ જેવી બ્રીડની બિલાડીઓ કેટ શોમાં જોવા મળશે.