નર્મદા જિલ્લાની અનુસૂચિત જનજાતિની 140 મહિલાઓને બકરા એકમ યોજના હેઠળ 63 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ: મંત્રી રાઘવજી પટેલ
Live TV
-
વિધાનસભા ગૃહમાં નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે નર્મદા જિલ્લામાં અનુસૂચિત જનજાતિની કેટલી મહિલા લાભાર્થીઓને બકરા એકમ યોજના હેઠળ લાભ અપાયો છે અને તેમને કેટલી સહાય ચૂકવવામાં આવે છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,નર્મદા જિલ્લાની અનુસૂચિત જનજાતિની 140 મહિલાઓ જેમાં ગરુડેશ્વર તાલુકાની 16 ડેડિયાપાડાની 55, તિલકવાડાની 09, નાંદોદની 42 અને સાગબારાની 18 મહિલાઓનો સમાવેશ થાય છે. જેમને કુલ 63 લાખ રૂ. ની સહાય ચૂકવવામાં આવી છે.
બકરાં એકમ સ્થાપવા કેટલો ખર્ચ થાય છે અને તે પૈકી લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહે છે તે અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના જવાબમાં મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, બકરા એકમ સ્થાપવા પાછળ કુલ 90 હજાર રૂ.નો ખર્ચ થાય છે. તેમાંથી ખર્ચના 50 ટકા એટલે કે 45 હજાર રૂ. ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.