અરવલ્લીના મોડાસા અને ડેમાઇ ગામે બેંક એટીએમમાંથી લાખોની ચોરી
Live TV
-
અરવલ્લી જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ બેંક એટીએમમાં ચોરીની ઘટનાઓ બનતા ચકચાર મચી જવા પામી છે.. બાયડ તાલુકાના ડેમાઇ ગામે બેંક એટીએમને નિશાન બનાવી તેમાં રહેલી 6.43 લાખની ચોરી કરી છે તેમજ મોડાસાની કેનરા બેંકમાં તસ્કરોએ નિશાન બનાવી એટીએમમાંથી 1.37 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા.
અરવલ્લી જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ બેંક એટીએમમાં ચોરીની ઘટનાઓ બનતા ચકચાર મચી જવા પામી છે.. બાયડ તાલુકાના ડેમાઇ ગામે બેંક એટીએમને નિશાન બનાવી તેમાં રહેલી 6.43 લાખની ચોરી કરી છે તેમજ મોડાસાની કેનરા બેંકમાં તસ્કરોએ નિશાન બનાવી એટીએમમાંથી 1.37 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા... તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા સીસીટીવી પર સ્પ્રે લગાવ્યો અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.. તો બાયડ ખાતે પણ તસ્કરોએ બેંક એટએમને નિશાન બનાવ્યા હતા પણ તે નિષ્ફળ રહ્યા હતા.. ઘટનાની જાણ થતાં પોલિસે તપાસ હાથ ધરી છે.. આસમગ્ર ઘટનાને લઇને જિલ્લા lcb અને sog ની ટીમ દ્વારા તપાસ તેજ કરાઇ છે... એક જ રાત્રીમાં બે એટીએમમાં ચોરીથી સમગ્ર પંથકમાં તકચાર મચી જવા પામી છે..