Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફાંસારેલ ગામમાં લાઇબ્રેરી શરૂ થતાં યુવાનોમાં ઉત્સાહ

Live TV

X
  • હાલ યુવાનો યુપીએસી, જીપીએસી સહિત પોલિસની પરિક્ષાઓની તૈયારીઓ કરવા માટે મેટ્રો સિટીમાં જતાં હોય છે, પણ અંતરિયાળ વિસ્તારના લોકો માટે આ શક્ય નથી કારણ કે, અહીંના લોકો ખેતી તેમજ પશુપાલન પર નભતા હોય છે.

    સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે યુવાઓને ગામથી દૂર શહેરમાં જવું પડતું હોય છે, પણ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફાંસારેલ ગામમાં લાઇબ્રેરી શરૂ થતાં યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. હાલ યુવાનો યુપીએસી, જીપીએસી સહિત પોલિસની પરિક્ષાઓની તૈયારીઓ કરવા માટે મેટ્રો સિટીમાં જતાં હોય છે, પણ અંતરિયાળ વિસ્તારના લોકો માટે આ શક્ય નથી કારણ કે, અહીંના લોકો ખેતી તેમજ પશુપાલન પર નભતા હોય છે. જેથી તેમની પાસે એટલો સમય નથી કે તેઓ દૂર સુધી જઇ શકે, પણ આવા યુવાનોની પડખે તેમનો સમાજ અને દાતાઓના માધ્યમથી પુસ્તકો લાવીને ગામમાં જ લાઇબ્રેરી શરૂ કરી દેવાઇ છે. આ માટે ગ્રામ પંચાયતના બંધ મકાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી યુવાનોએ તેમાં પુસ્તકો સહિત પાટલીઓ મુકીને નાની સરખી લાઇબ્રેરી શરી કરતા, ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા લેવાયેલી લોકરક્ષક દળની પરિક્ષા આપવા જતાં આ જ ગામના યુવાનનું બાઇક પર જતાં અરકસ્માત થવાથી મોત નિપજ્યું હતું, જેને કારણે લાઇબ્રેરીનું નામ પણ મૃતક યુવાને સમર્પિત કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુલાબસિંહ નામના સમાજ અગ્રણી દ્વારા આ પહેલા પણ ગામમાં લાઇબ્રેરી શરૂ કરાઇ હતી, જેનો ઉપયોગ મોટી સંખ્યામાં યુવાનો કરી રહ્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply