Skip to main content
Settings Settings for Dark

આજથી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, લાખો શ્રદ્ધાળુ ઉમટશે

Live TV

X
  • ભજન , ભોજન અને ભક્તિનો જોવા મળશે ત્રિવેણી સંગમ

    ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થવાનો છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વન વિભાગ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગિરનારની ફરતે ખીણ અને ગાઢ જંગલો વચ્ચે યોજાતી , 36 કિલોમીટરની આ પરિક્રમામાં ભાગ લેવા માટે , દેશભરમાંથી શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચે છે. કારતક સુદ અગિયારસ , એટલે કે આજની મધ્ય રાત્રીથી, પરિક્રમાનો પ્રારંભ થશે. જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધીએ , અખબારી યાદી બહાર પાડી હતી. હાલ અંદાજિત 20 હજારથી વધુ લોકો , ભવનાથ પહોંચી ગયા છે. બીજી તરફ દેશભરમાંથી સાધુ સંતો, અખાડાના દિગમ્બર સાધુ , અને અઘોરી સાધુઓએ પરિક્રમા રૂટ ઉપર , ધુણા ધખાવી દીધી છે.સેવાભાવી સંસ્થાઓ , અને અન્ન ક્ષેત્રો પણ ધમધમતા થઈ ગયા છે.સુરક્ષા વ્યવસ્થાને લઈ પણ , પુરતી તકેદારી રાખવામાં આવી છે. રૂટ પર 35 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા , મેળાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply