આજે નવરાત્રિનું પહેલું નોરતું, પાવાગઢ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું
Live TV
-
નવરાત્રિના પ્રથમ દિવસે પંચમહાલના શક્તિપીઠ પાવાગઢ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું છે. વાતાવરણ આહલાદક છે, અને ભક્તોનું ઘોડાપુર માતાજીને દર્શાનાર્થે ઉમટ્યા છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી પણ મહાકાળીના ભક્તો પાવાગઢ પહોંચી રહ્યા છે. કેટલાંક ભક્તો તો પ્રથમ નોરતે માતાજીના મંદિરેથી જ્યોત પ્રગટાવીને પોતાના વતન જ્યોત લઈ જતા હોય છે. અને અખંડ જ્યોતના સ્વરૂપમાં સ્થાપના કરીને નવ દિવસ આરાધના કરતાં હોય છે.
નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ દર્શનાર્થીઓએ પાવાગઢ ખાતે મહાકાળીના દર્શન કર્યા હતા. જિલ્લા વહીવટીતંત્રએ પણ ભક્તોના ધસારાને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા કરી છે.