કેનરા બેંક દ્વારા શહેરમાં નોલેજ ચેમ્પ સ્પર્ધા, દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ લીધો ભાગ
Live TV
-
કેનરા બેંક દ્વારા સમગ્ર દેશમાં નોલેજ ચેમ્પ યોજવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. આ ક્વિઝ કોમ્પિટિશન યોજવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રહેલું જ્ઞાન બહાર લાવવાનો છે. આ કોમ્પિટિશનમાં ધોરણ 8 થી 12ના 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ત્યારે બેંક દ્વારા જીતનાર ટીમ ને ગિફ્ટ અને સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.