આજે નવરાત્રિનો ત્રીજો દિવસ
Live TV
-
મા દુર્ગાના સ્વરૂપ એવા માતા ચંદ્રઘંટાની પૂજા-અર્ચનાનું આજે ખાસ મહત્વ
ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યાં છે. આ દિવસોમાં શક્તિપૂજાનુ ખૂબ મહત્વ રહેલું છે. આજે ત્રીજા દિવસે માતાજીએ ચંદ્રઘંટાનુ સ્વરૂપ ધારણ કર્યું હતુ .જેથી મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના અને પૂજન-અર્ચન કરવામાં આવે છે. માતાજીના મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર હોવાથી માતાજીને ચંદ્રઘંટા નામથી ઓળખવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ સુવર્ણ સમાન છે અને માતાજીને દસ હાથ છે. માતાજીના દસ હાથમાં બાણ, ખડગ, અને ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત છે. માતા ચંદ્રઘંટાનુ વાહન સિંહ છે. માતા ચંદ્રઘંટાની આરાધના કરવાથી શરીરનુ મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે. માં ચંદ્રઘંટાની આરાધનાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે.તથા દિવ્ય ધ્વનિઓનો ગુંજારવ સંભળાય છે.માતા ચંદ્રઘંટાની આરાધના કરવાથી તમામ સંકટો અને મુશ્કેલીઓ તેમ જ બાધાઓ સહિત મનુષ્યના પાપોનો નાશ થાય છે. જે કોઈ સાધક માતા ચંદ્રઘંટાની આરાધના કરે છે તે ભક્તના કષ્ટ માતાજી હરી લે છે. માતાજીનુ વાહન સિંહ છે જે તેના ભક્તોને સિંહ જેવા નિર્ભય અને પરાક્રમી બનાવે છે. ભૂત-પ્રેત જેવી બાધાઓમાથી માનવી મુક્ત બને છે.