ભારતીય સાહિત્ય જગતના જાણીતા કવિ કેદારનાથસિંહનું નિધન
Live TV
-
ઘણા લાંબા સમયથી કેદારનાથસિંહ બીમાર હતા, તબિયત વારંવાર લથડતી રહી હતી
હિન્દીના પ્રખ્યાત કવિ કેદારનાથસિંહનું સોમવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એમ્સ)માં નિધન થયુ છે..તેઓ લાંબા સમયથી બીમાર હતા..વર્ષ 2013માં તેમને પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા..આશરે દોઢ મહિના પહેલા કોલકાતામાં ન્યુમોનિયાથી પીડિત થયા બાત તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા..તબિયતમાં સુધારો નહી થવાને કારણે તેમને વધુ સારવાર માટે એમ્સમાં દાખલ કરાયા હતા..જોકે તબિયત થોડી સુધારા પર થતા તેઓને ઘરે જવા રજા અપાઈ હતી..બાદમાં ફરીથી તબિયત લથડી હતી..એમ્સમાં ફરી લઈ જવાયા જ્યાં સોમવારે રાત્રે પોણા નવ વાગ્યાના અરસમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા..મંગળવારે લોદી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે..