આજે વિશ્વ ચકલી દિવસ
Live TV
-
પક્ષી પ્રેમીઓ ચકલીનાં માળા સાથે પાણીનાં કુંડાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે
આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે લુપ્ત થવા જઈ રહેલી ચકલીઓને બચાવવા પક્ષી પ્રેમીઓ ચકલીનાં માળા સાથે પાણીનાં કુંડાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અરવલ્લી જીલ્લાના ખમ્ભીસરનાં પક્ષી પ્રેમી યુવાનો એ ફાળો કરી ગામના તમામ ઘરોમાં ચકલી નાં માળા તેમજ પાણીના કુંડા લાવી ઘરોમાં લગાવ્યાં છે. પક્ષીપ્રેમીઓના કહેવા અનુસાર છેલ્લાં પાંચ વર્ષથી ખમ્ભીસર ગામમાં ચકલીઓની સંખ્યા વધી છે અને સવાર પડતાં જ વાતાવરણ ચકલીઓના મધુર કલરવથી ગુંજી ઊઠે છે. આજે ઝડપથી વધી રહેલા કોક્રીટનાં જંગલો અને મોબાઈલ ટાવર રેડિયેશનના કારણે ઘરચકલીની ઘટતી જતી સંખ્યા અંગે લોકો જાગૃત બન્યા છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારો, ખેતરો તેમજ શહેરી વિસ્તારોમાં પણ ચકલીઘર લગાવવાનાં લીધે ફરીથી ચકલીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. લોકોમાં પણ આ અંગે જાગૃતિ આવી રહી છે