Skip to main content
Settings Settings for Dark

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તેલંગણાના દર્દીને એરલિફ્ટ કરાવી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં કરી સહાય

Live TV

X
  • ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી(RSU)માં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના ૨૧ વર્ષના યુવકને બ્લડ કેન્સરના કારણે દર્દી અચાનક બેભાન થતાં ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ પરત જવા પૈસા કે વ્યવસ્થા ન હોવાથી આરોગ્યમંત્રીને રજુઆત કરતાં આરોગ્યમંત્રીએ દર્દીને એરલિફ્ટ કરાવી વતન પરત ફરવામાં સહાય કરી અને હોસ્પિટલમાં દાખલ પણ કરાવ્યો હતો.

    ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી(RSU)માં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના ૨૧ વર્ષનો યુવક દરમિયાન એક દિવસ અચાનક બેભાન થઇને ઢળી પડ્યો. તાત્કાલિક તેને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. ત્યાં ખબર પડી કે દર્દીને બ્રેઇનહેમરેજ છે, ઇન્ફેકશન છે. તબીબોએ વિવિધ રીપોર્ટ્સમાં જાણવા મળ્યું કે, WBC કાઉન્ટ જે સામાન્ય પણએ 4 થી 11 હજાર હોય છે તે 4.5 લાખ એ પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશકેલ હતું.

    તબીબોએ અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા. જોકે, દર્દીના પરિવારજનોની તમામ નાણાકીય બચત સારવારમાં ખર્ચાઇ ગઇ હતી. પરિવાર દર્દીને અમદાવાદ થી પોતાના માદરે વતન તેલંગાણા લઇ જવા આર્થિક રીતે અક્ષમ હતું. આરોગ્યમંત્રીએ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો અને દર્દીને મદદ કરવા માટે જરૂરી સુચનાઓ આપી. અન્ય ડિપાર્ટમેન્ટસના સહયોગ, કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી આ દર્દીને એરલાઇન્સ મારફતે એરલિફ્ટ કરી તેલંગાણા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. તેલંગાણાની હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યાં સુધી ગુજરાતની સમગ્ર ટીમ અને ગુજરાતથી મોકલેલ તબીબો પણ દર્દી અન પરિવારજનોની સાથે જ રહ્યા. ત્યાંના તબીબોને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ પણ કરાવ્યા. હાલ આ દર્દી તબીબોની દેખરેખ હેઠળ છે.

    દર્દી જ્યારે તેલગાંણા પહોંચી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. સ્થિતિ સંપૂર્ણપણે સ્થિત થઇ ત્યારે ફરી એક વખત મંત્રીએ આ દર્દીના સગા વ્હાલાઓને વીડિયો કોલ દ્વારા વાર્તાલાપ કર્યો. દર્દી અને સમગ્ર પરિવારજનોની સ્વાસ્થ્ય પૃચ્છા કરી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2025 Max Temp : °C Min Temp : °C
apply